અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. કોઝવે પર નદીના ધસમસા પાણી આવી જતાં યુવક આ પાણીના તાણમાં તણાઇ ગયો હતો


અમરેલીમાં મૂશધાર વરસાદ આફતરૂપ બન્યો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે  વડીયા ખાન ખીજડિયા કોઝવે પર નદીનો ધસમસો પ્રવાહ વહેતો હતો આ સ્થિતિમાં યુવકને કોઝવે પરથી પસાર થવાનું સાહસ ભારે પડ્યું. યુવક બાઇક સાથે રસ્તો પાર કરવા ગયો પરંતુ તે સફળ ન થયો અને પૂરના પાણીમાં બાઇક સાથે તણાઇ ગયો. ધટનાની જાણ થતાં NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જો કે 13 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ જ હાથ લાગ્યો. યુવકના મૃતદેહને વડીયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.


બંગાળામાં સર્જાયેલા લો પ્રેશરના કારણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સંઘ પ્રદેશ દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ રેડ એલર્ટ આપ્યું છે. 


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક  જિલ્લામાં વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો  માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.                      


હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાનને જોતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સહિત ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.


24 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ  અનુમાન છે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો  ચોથો રાઉન્ડ શરૂ થશે,. ઓગષ્ટના મધ્ય સુધી વરસાદ વિરામ લે તેવો અંબાલાલ પટેલે  અનુમાન વ્યક્ત કર્યો છે.                 


અવિરત વરસાદના કારણે .રાજ્યના 107 જળાશયો એલર્ટ પર છેય  રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 44 જળાશયો થયા ઓવરફ્લો છે.  સૌરાષ્ટ્રના 34, કચ્છના આઠ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતનું એક એક જળાશય સંપૂર્ણ ભરાયું ગયું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 72.81 ટકા જળસંગ્રહ છે.                    


રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 61.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 119, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં  89.69 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, મધ્ય ગુજરાતમાં 48 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 47.68 ટકા વરસાદ વરસ્યો છે.