કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લામાં યુવકની રહસ્યમય હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી છે. થરા પોલીસે યુવકની લાશ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે કાંકરેજના પાદર ગામે લીમડાના ઝાડ પર યુવકની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને થરા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લાવી છે. યુવકની હત્યા કે આત્મહત્યા તે અકબંધ છે. પોલીસ તપાસ પછી સત્ય બહાર આવશે.