વલસાડ: જિલ્લાના મોટાપોઢામાં ગોજારી ઘટના સામે આવી છે. મોટાપોઢા આજુબાજુના યુવકો નહેરમાં નાહવા પડ્યા હતા. દોરડું બાંધી નહેરમાં નાહવા પડેલા 3 પૈકી 2 યુવકો દોરડું તૂટી જતા તણાયા હતા. બુમાબુમ થતા એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો જ્યારે અન્ય બે યુવકો નહેરના વહેણમાં તણાઈ જતા મોતને ભેટ્યા હતા. મોહમ્મદ સરફરાઝ અન્સારી ઉંમર વર્ષ 35 અને મોહંમદ અર્તાજ અન્સારી ઉંમર વર્ષ 31નું મોત થયું છે. આ બન્ને યુવકોની લાશ બે કિમી દૂરથી મળી આવી છે. ઘટનાની જાણ થતા પોલોસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. બે યુવકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અહેમદ પટેલની દીકરીના નિવેદનથી ચકચાર
ભરૂચ: અહેમદ પટેલની દીકરી અને કોંગ્રેસની હાલમાં જ સભ્ય બનેલી મુમતાઝ પટેલને ડર લાગી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકી તેમણે ચિંતા વ્યક્ત કરી છે. નવા પાઠ્યપુસ્તક માંથી મુગલોના નામના પાઠ્યક્રમોનો નિકાલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ મુમતાઝ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, " મને ચિંતા છે કે સરકારી દસ્તાવેજોમાં મારું નામ મુમતાઝથી બદલી બીજું ના કરી નાખે" તમને જણાવી દઈએ કે, મુમતાઝ છેલ્લા ઘણા દિવસો થી #Nomoremughal નો વિરોધ કરી રહી છે.
હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું ચાલી રહ્યું છે કાવતરું
હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હાલ ડમી ઉમેદવારની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર પંથકમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. ચોક્કસ સમાજના મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. નકલી માર્કશીટ, નક્લી સર્ટિફિકેટ અને નકલી ઉમેદવારોનું ષડયંત્ર સામે આવ્યું છે. Mphw, વિદ્યા સહાયક, તલાટી, બિંસચિવાલય અને ફોરેસ્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર અને નકલી સર્ટિફિકેટ કૌભાંડ ચાલ્યું છે. પરીક્ષા આપવા માટે નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યા છે, નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપે છે.
તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. જે આ બધી ઘટનાનું મૂળ હોઈ શકે છે. વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા / બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિ ની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે મોડસ નવી ઓપરેન્ડી છે "ડમી ઉમેદવાર". આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે.