રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ... તાપમાનનો પારો ગગડતા અમદાવાદ સહિતના શહેરમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો. ઉત્તરીય હિમ પવનોના કારણે આકરી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ઠંડીના કારણે રવી પાક જેવા કે બટાટા, ઘઉં, વરિયાળી, રાયડો, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.


રાજ્યના 7 શહેરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે....રાજ્યમાં નલિયા... 5 પોઈંટ 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે.  જ્યારે ગાંધીનગર બીજા ક્રમાંકે છે... ગાંધીનગરમાં 6 પોઈંટ 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું  છે.  


આગામી બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે... હવામાન વિભાગના મતે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો....  થઈ શકે છે, ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર દિવસથી રાજ્યના કેટલાક શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં નોંધાઇ રહ્યો છે.  ગઇકાલે સુરતમાં પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો. તાપમાનાનો પારો ગગડતાં 14 ડિગ્રી તાપમાન તાપમાન નોંધાયું.


હેડ ક્લાર્ક પેપર લીકમાં અસિત વોરાની હકાલપટ્ટીના સંકેત


રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર  લીક થયું એ મુદ્દે આ પરીક્ષા લેવાની જેની જવાબજારી છે એ ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરાની હકાલપટ્ટી કરાય એવી શક્યતા છે. પેપર લીકના મામલે સતત વિવાદોમાં ઘેરાયેલા અસિત વોરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તાત્કાક્લિક તેડું આવતાં વોરાને રવાના કરી દેવાશે એવી અટકળો ચાલી રહી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું તાત્કાક્લિક તેડું આવતાં અસિત વોરા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સાથે અસિત વોરા મુલાકાત કરશે. અચાનક અસિત વોરા મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા તેથી હવે સૌની નજર તેમના પર મંડાયેલી છે. 


હેડ ક્લાર્ક પરીક્ષા કૌભાંડઃ સરકારે પરીક્ષા કરી રદ- 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડ સામે આવ્યા પછી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.