અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 198 તાલુકામાં વરસાદની સ્થિતિ સારી રહી છે. આ 24 કલાક દરમિયાન સહુ થી વધુ ડાંગ જિલ્લાના વઘઈમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 52.49% વરસાદ નોંધાયો છે. આ સાથે જ દક્ષિણી પાકિસ્તાન, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનની અસરોથી હજુ એક અઠવાડિયા સુધી સમગ્ર રાજ્યમાં  વરસાદ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.