બેઇજિંગ:  ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે hemorrhagic feverના નવા કેસોએ વહીવટીતંત્રને ચિંતિત કરી દીધું છે. ચીનના અધિકૃત અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઉત્તર-પશ્ચિમ પ્રાંત શાંક્સીમાં hemorrhagic feverના શંકાસ્પદ ઘણા કેસ નોંધાતા  ચિંતામાં વધારો થયો છે. જો કે, હજુ સુધી આ રોગના કારણે જીવ ગુમાવનારાઓનો વાસ્તવિક આંકડો સામે આવ્યો નથી.


અહેવાલો મુજબ  આ ચેપી રોગનો મુખ્ય સ્ત્રોત ઉંદર અથવા છછુંદર જેવા જીવો હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, જો ખાણી-પીણીની વસ્તુ  ઉંદરોના મળ અથવા પેશાબના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. આ  તબીબી આ રોગ માણસથી માણસમાં ફેલાતો નથી. ઉપરાંત, રસીકરણ દ્વારા તેની સારવાર કરી શકાય છે. આપને  જણાવી દઈએ કે, છેલ્લા બે અઠવાડિયાથી ચીનમાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, ઓમિક્રોનના કેસોમાં વૈશ્વિક ઉછાળાની વચ્ચે શંકાસ્પદ hemorrhagic feverના કેસે ચિંતા વધારી છે.


ઓમિક્રોન વેરિઅન્ટના ચેપને રોકવામાં ચીની રસી અસરકારક નથી


આ દરમિયાન અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, બંને ચીની રસીઓ ઓમિક્રોનના ચેપને રોકવામાં બિલકુલ અસરકારક નથી. ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની મોટાભાગની કોરોના રસી ઓમિક્રોન ચેપને રોકવામાં અસરકારક નથી. જો કે, એવું લાગે છે કે ઓમિક્રોન ચેપને ગંભીર બનતા અટકાવવામાં આ રસીઓ કંઈક અંશે અસરકારક હોઈ શકે છે. આ જ કારણ છે કે સામાન્ય બે ડોઝ સિવાય ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ પણ કેટલાક દેશોમાં શરૂ કરવામાં આવ્યો છે.


ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બે ડોઝની રસી ઓમિક્રોન સામે પૂરતી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરતી નથી. બ્રિટિશ વૈજ્ઞાનિકોના અધ્યયનનું તારણ છે કે, ઓમિક્રોન એવા લોકોને પણ સંક્રમિત કરે છે, જે લોકો ફુલી  વેક્સિનેટ છે.