Pro Kabaddi League 2021-22: પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝન બહુ જલ્દી શરૂ થવા જઇ રહી છે. કોરોનાના નવા વેરિએન્ટના કારણે આ વખતે કબડ્ડી સ્ટેડિયમોમાં દર્શકોની એન્ટ્રી બેન કરી દેવામાં આવી છે. જોકે, કબડ્ડીના ફેન્સ મેચોને લાઇવ ટેલિકાસ્ટની સાથે ઓનલાઇન પણ જોઇ શકશે. જાણો સંપૂર્ણ ડિટેલ્સ.........
પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની શરૂઆત આગામી 22 ડિસેમ્બરથી થવા જઇ રહી છે. લીગમાં દરેક દિવસે બેથી ત્રણ મેચો રમાશે.
ક્યાંથી જોઇ શકાશે પ્રૉ કબડ્ડી લીગની મેચો લાઇવ........
કબડ્ડીના ફેન્સ માટે ખાસ સમાચાર છે કે, સ્ટેડિયમોમાં દર્શકો માટે પ્રતિબંધ છે, પરંતુ તમે આનો લાઇવ જોઇ શકો છો. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલ્સ પર મેચના લાઇવ ટેલિકાસ્ટ થશે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત