નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને બનાવવામાં આવેલી રસીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે યુકેની સરકારે ફાઇઝર/બાયૉએનટેકની વેક્સિનને મોટા પાયે ઉપયોગમાં લાવવાની મંજૂરી આપી દીધી છે, બ્રિટિશ સરકારે ફાઇઝર વેક્સિનને આગામી સપ્તાહે યૂઝ કરવાની મંજૂરી આપી દીધી છે.


બ્રિટિશ સરકારના MHRAના સુત્રો અનુસાર, ફાઇઝરની વેક્સિન કૉવિડ-19 દર્દીઓ માટે વધુ અસરકારક સાબિત થઇ છે. ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને સરકારે મંજૂરી આપી દીધી જે આગામી સપ્તાહે આવી જશે. અમેરિકા અને યુરોપના ફેંસલા પહેલા ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો યુકે પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. આ વેક્સિન આગામી અઠવાડિયે અવેલેબલ થઇ જશે.

કેવી રીતે આ રસી કરશે કામ?

આ વેક્સિનનો એક નવો પ્રકાર છે, જેને એમઆરએનએ કહેવામાં આવે છે. જે શરીરને કોવિડ-19 સામે લડવા અને સુરક્ષા આપવા માટે કોવિડ-19ના વાયરસના આનુવંશિક કોડના એક નાના ટુકડાનો ઉપયોગ કરે છે. આ એમઆરએનએ વેક્સિનને પહેલા ક્યારેય મનુષ્ય પર ઉપયોગ માટે સમર્થન કરવામાં આવતું નહોતું, પરંતુ ક્લિનિકલ ટ્રાયલના રૂપમાં આ વેક્સિન અપાઇ ચૂકી છે.

બ્રિટિશ નિયામક એમએચઆરએનું કહેવું છે કે, કોરોના સામે આ રસી 95 ટકા સુરક્ષા પ્રદાન કરે છે અને તે લોકોના ઉપયોગ માટે તૈયાર છે. ઉચ્ચ પ્રાથમિકતા વાળા સમૂહના લોકોને રસી આપવાની પ્રક્રિયા થોડા જ દિવસોમાં શરૂ થઈ જશે.

કોરોનાની રસીની કેવી રીતે રખાશે સંભાળ?

કોરોના વાયરસની રસીની સંભાળ રાખવી ખૂબ જ મહત્વની છે. આ વેક્સિનને લગભગ -70C પર સંગ્રહ કરવી પડશે. આ ઉપરાંત આ વિકેશનને ખાસ બોક્સમાં રાખવામાં આવશે. જેમાં રસી સાથે સૂકો બરફ રાખવામાં આવશે. આ પછી આ રસીને એકવાર નિશ્ચિત જગ્યાએ પહોંચાડ્યા પછી તેને ફ્રિઝમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે.