નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીના નિધન પર વિપક્ષના તમામ નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, એનસીપી સુપ્રીમો શરદ પવાર, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.






કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત પવિત્ર આત્માને સ્થાન આપે અને નરેન્દ્ર મોદીજી અને તેમના પરિવારના તમામ સભ્યોને દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે. ઓમ શાંતિ!






સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા, આદરણીય શ્રીમતી હીરાબેન મોદીનું અવસાન, ખૂબ જ દુઃખદ છે. તેમના આત્માને શાંતિ મળે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!