નવી દિલ્લીઃ કોવિડના ટેસ્ટની ગાઈડલાઈનમાં ICMRએ મોટા ફેરફાર કર્યા છે. હવે એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવશે તે જ માન્ય ગણવામાં આવશે. જોકે, એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ લક્ષણ જણાશે તો દર્દીઓ RT-PCR ટેસ્ટ કરાવી શકશે. એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ 3 દિવસ સુધી લક્ષણો જણાશે, તેવા કિસ્સામાં RT-PCR માટે મંજૂરી આપવામાં આવશે.


શરદી, ઉધરસ અને તાવ જણાતા પ્રાથમિક તબક્કામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે નહીં. તમામ દર્દીઓ માટે એન્ટીજન ટેસ્ટ જ સર્વમાન્ય ગણવામાં આવશે. જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ બાદમાં વ્યક્તિમાં લક્ષણો દેખાય તો તે વ્યક્તિને ફરીથી એન્ટીજન કે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

ICMRના ટેસ્ટિંગ પ્રોટોકોલ પ્રમાણે, નોન કંન્ટેન્મેન્ટ ઝોનમાં તમામ પ્રકારના એવા લોકો જેમાં લક્ષણો છે(પહેલી પ્રાથમિકતા- RT-PCR, બીજી પ્રાથમિકતા- રેપિડ એન્ટીજન ટેસ). લક્ષણ વગરના હાઈ રિસ્ક કોન્ટેક્ટ(જેમ કે- પરિવાર અને કાર્યસ્થળના લોકો, 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ, ગંભીર બીમારીવાળી વ્યક્તિ). (પહેલી પ્રાથમિકતા- રેપિડ એન્ટીજન ટેસ્ટ, બીજી પ્રાથમિકતા RT-PCR). હોસ્પિટલમાં( પહેલી પ્રાથમિકતા- RT-PCR, બીજી પ્રાથમિકતા રેપિડ એન્ટીજન ટેસ્ટ).