Sabarmati Express Derail:વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) રાત્રે લગભગ 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરીની સામે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલ્વે, પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) રાત્રે લગભગ 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરીની સામે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રેલ્વે, પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. જો કે ઘટનાને પગલે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રેલવેની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કોચને પાટા પર લાવવા માટે કામ કરી રહી છે.સમગ્ર ઘટનાના પગલે પ્રવાસીઓની સુવિધા માટે રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
શહેર હેલ્પલાઇન નંબર
- પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353
- કાનપુર - 0512-2323018, 0512-2323015
- મિર્ઝાપુર -054422200097
- ઈટાવા- 7525001249
- ટુંડલા- 7392959702
- અમદાવાદ -07922113977
- બનારસ સિટી- 8303994411
- ગોરખપુર -0551-2208088
આ ટ્રેન કરવામાં આવી રદ્દ
- 01823/01824 (વી ઝાંસી-લખનૌ) JCO 17.08.24
- 11109 (વી ઝાંસી-લખનૌ જંકશન) JCO 17.08.24
- 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24
- 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24
- 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24
- 01889/01890 (ગ્વાલિયર-ભિંડ) JCO 17.08.24
આ ટ્રેનનો રૂટ થયો ડાયવર્ટ
- 11110 (લખનૌ જંકશન-વી ઝાંસી) જેસીઓ ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી
- 22537 (ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનલ) JCO ગોવિંદપુરી-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી
- 20104 (ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનલ) JCO કાનપુર-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર-વી ઝાંસી