Cyclone Biparjoy: અરબ સાગરમાંથી નીકળેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવે તેવા સંકેત મળી રહ્યાં છે.  કહેવામાં આવી રહ્યું છે કે, બિપરજોય વાવાઝોડાને જોતા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો પવન 90ની ઝડપે ફૂંકાય તો વૃક્ષો, થાંભલા અને કાચા મકાનો બધું જ ધરાશાયી થઈ જાય છે, તો જ્યારે 150ની ઝડપે પવન ફૂંકાશે તો કેટલી તબાહી થશે. કલ્પના કરવી પણ મુશ્કેલ છે.


કહેવામાં આવી રહ્યું છે કે, ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના કચ્છથી લગભગ 280 કિમી દૂર છે. આજે સાંજ સુધીમાં તે ગુજરાતના જખૌ કાંઠા પરથી પસાર થશે. ઘણા ભાગોમાં લેન્ડફોલ થશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.


વૃક્ષો અને થાંભલાઓ 90ની ઝડપે ઉખડી ગયા હતા


બિપરજોયની ઝડપ ગતિમાન એક્સપ્રેસ, વંદે ભારત જેવી ભારતીય ટ્રેનોની ઝડપ જેટલી છે. વિચારો! જ્યારે 35-40ની ઝડપે પવન ફૂંકાય છે, ત્યારે વૃક્ષો અને થાંભલાઓ ઉખડી જાય છે. બીજી તરફ જ્યારે પવનની ઝડપ થોડી વધી જાય છે એટલે કે પવનની ઝડપ 70-90 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે ત્યારે થાંભલાઓ સહિત વૃક્ષો કાચા  ઘરો ધરાશાયી થાય છે.  ત્યારે સમજી શકાય કે  100-150 કિ.મીની ઝડપે પવન ફુંકાતા શું નુકસાન થઇ શકે છે.


165ની સ્પીડમાં 10000 લોકોએ જીવ ગુમાવ્યા


હવે આ આંકડાઓ પર એક નજર કરીએ, આજથી 25 વર્ષ પહેલા (1998) ગુજરાતમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું, તે સમયે 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડાએ ગુજરાતમાં તેમજ સમગ્ર દેશમાં ભયંકર તબાહી મચાવી હતી. 10 હજાર લોકો માર્યા ગયા હતા. સારી વાત એ છે કે અત્યાર સુધી Biperjoy દ્વારા કોઈ ખાસ નુકસાન થયું નથી.


ગુજરાતમાં વિનાશનો ખતરો!


ગુજરાતમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદનું જોખમ તોળાઇ રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. જોરદાર વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તમામ બંદરો પર એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વીજ કર્મચારીઓની 200 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.