જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે ઘણા જિલ્લાઓમાંથી 41 પ્રકારના પાન મસાલાના સેમ્પલ લીધા હતા અને તપાસમાં ખબર પડી કે આ તમામમાં મેગ્નેશિયમ કાર્બોનેટ વધુ માત્રામાં છે. મેગ્નેશિયમ કાર્બોનેટ ન માત્ર હ્વદય માટે હાનિકારક છે, પરંતુ ફૂડ સેફ્ટી એક્ટ 2006 મુજબ તેનો પાન મસાલામાં ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
આવું કરનાર ઝારખંડ દેશનું ત્રીજુ રાજ્ય બન્યું છે. આ પહેલા મહારાષ્ટ્ર અને બિહારમાં પણ પાન મસાલાના વેચાણ,ઉત્પાદન અને સંગ્રહ પર પ્રતિબંધ છે. મુખ્ય સચિવની અધ્યક્ષામાં શુક્રવારે યોજાયેલી બેઠકમાં આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
11 બ્રાન્ડના પાન મસાલમાં રજનીગંધા, વિમલ,શિખર,પાન પરાગ,દિલરૂબા, રાજનિવાસ, સોહરત, મુસાફિર,મધુ,બહાર,પાન પરાહ પ્રીમિયમ સામેલ છે.