ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર અમેરિકાના ટેક્સાસમાં એલન ઈસ્ટ સેન્ટર ખાતે એક ખૂબ જ અદ્ભુત ઘટના બની છે. ભગવદ ગીતાના સામૂહિક પઠનમાં ભાગ લેવા માટે દસ હજાર લોકો આવ્યા હતા. યોગ સંગીતા ટ્રસ્ટ અમેરિકા અને SGS ગીતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વિશાળ ભગવદ ગીતા પારાયણ યજ્ઞ અમેરિકામાં  આ પ્રકારનો પ્રથમ યજ્ઞ હતો.






ભારતમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી સોમવારે હરિદ્વારમાં ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.  દેશ-વિદેશના લોકો તેમના ગુરુઓની પૂજા કરવા અને ગંગામાં ડૂબકી મારવા માટે અખાડા અને આશ્રમોમાં ઉમટી પડ્યા હતા.


પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અષાઢ પૂર્ણિમાનું ખાસ મહત્વ છે કારણ કે આ દિવસે વેદના સર્જક વેદ વ્યાસનો જન્મ થયો હતો.


હર કી પૌડી  ખાતે ઘણા ભક્તોએ ગંગામાં સ્નાન કર્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં લોકો તેમના ગુરુઓની પૂજા કરવા માટે આશ્રમોમાં એકઠા થયા હતા.


આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે, આપણા શાસ્ત્રો અનુસાર ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે અને ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને ભક્તિ દર્શાવવાનો દિવસ છે.