Kerala boat Capsizes : કેરળમાં અલપ્પુઝામાં એક હોડીને ભયાનક અકસ્માત નડ્યો છે. આ હોડી અકસ્માતમાં આશરે 25 મહિલાઓ ડૂબી જવાની આશંકા છે. કેરળમાં બોટ રેસ દરમિયાન આ અકસ્માત થયો હતો. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


કેરળના અલપ્પુઝામાં સોમવારે બોટ રેસ દરમિયાન એક બોટ પલટી ગઈ હતી. બોટમાં 25 મહિલાઓ સવાર હતી. બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય તમામ બોટ રેસને હાલ માટે રોકી દેવામાં આવી છે.


આ ઘટના ચંપાકુલમ પંચાયતની કાતિલ થેક્કેથિલ ચુંદન અને નેદુમુડી પંચાયતની સ્નેક બોટ વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન બની હતી. રેસ શરૂ થયાની થોડી જ વારમાં બોટ પલટી ગઈ હતી અને તેમાં સવાર મહિલાઓ પાણીમાં પટકાઈ હતી. આ ઘટના બાદ તુરંત જ  સ્થાનિક માછીમારો અને અન્ય રાહદારીઓ બચાવ કાર્યમાં મદદ કરવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


બોટ રેસ કેરળમાં સદીઓ જૂની પરંપરા છે. તે દોડવીરોની ટીમો વચ્ચેની સ્પર્ધા છે જેઓ લાંબી, સાંકડી હોડીઓ જેને સ્નેક બોટ કહેવાય છે. રેસ ઘણીવાર કેરળના બેકવોટર્સ પર યોજાય છે, અને તે દર્શકોની મોટી ભીડને આકર્ષી શકે છે.


2019માં અલપ્પુઝામાં બોટ રેસ દરમિયાન એક બોટ પલટી ગઈ, જેમાં 10 લોકોના મોત થયા. 2021માં કોલ્લમમાં બોટ રેસ દરમિયાન એક બોટ પલટી ગઈ હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે આ અગાઉ પણ કેરળના મલપ્પુરમમાં પરપ્પનંગડી ખાતે કંઈક આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં એક ઓવરલોડ ડબલ ડેકર બોટ પલટી જતાં ઓછામાં ઓછા 22 લોકો ડૂબી ગયા હતા.


https://t.me/abpasmitaofficial