1 જાન્યુઆરી 2021 કાર મોંઘી થઈ જશે. તેથી નવા વર્ષથી કાર ખરીદવા પર તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે.
1 જાન્યુઆરીથી તમને અમેઝોન-પે, ગુગલ-પે અને ફોન-પેથી ટ્રાન્જેક્શન કરવાથી વધારે ચર્ચા આપવો પડી શકે છે. NPCIએ 1 જાન્યુઆરીથી થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ તરફથી ચલાવવામાં આવતી યૂપીઆઇ પેમેન્ટ સર્વિસ પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. NPCIએ નવા વર્ષ પર થર્ડ પાર્ટી એપ ઉપર 30 ટકાની કેપ લગાવી છે.
1 જાન્યુઆરીથી કાર પર FASTag લગાવવું ફરજિયાત થઈ જશે. જેના અંતર્ગત તમામ ટોલ પ્લાઝા પર 80 ટકા લાઈનો ફોસ્ટેગ અને 20 ટકા લાઇનો રોકડ લેણદેણ આધારિત કરવામાં આવશે. નવા નિયમ લાગુ થયા બાદ તમારે ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 150 રૂપિયાની રકમ રાખવી પડશે.
1 જાન્યુઆરી 2021થી મ્યૂચ્યુઅલ ફંડ રોકાણના નિયમો બદલાશે. રોકાણકારોના હિતને જોતા માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે ફંડ્સનો 75 ટકા ભાગ ઇક્વિટીમાં રોકાણ કરવા જરૂરી રહશે, જે અત્યાર ઓછામાં ઓછા 65 ટકા છે.
1 જાન્યુઆરી 2021થી દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે નંબરથી પહેલા શૂન્ય લગાવવો જરૂરી થશે. તેનાથી ટેલિકોમ કંપનીઓને વધારે નંબર બનાવવામાં મદદ મળશે.
1 જાન્યુઆરી 2021થી GST રિટર્નના નિયમ બદલાઈ જશે. આ નવી પ્રક્રિયામાં વર્ષના પાંચ કરોડ રૂપિયા સુધી વ્યાપર કરનારા નાના વેપારીઓને આગામી વર્ષ જાન્યુઆરીથી વર્ષ દરમિયાન માત્ર 4 સેલ્સ રિટર્ન ફાઇલ કરવાના રહેશે. આ સમયે વેપારીઓને માસિક આધાર પર 12 ટકા રિટર્ન દાખલ કરવાનું હોય છે. આ ઉપરાંત 4 GSTR 1 ભરવાનો હોય છે.
1 જાન્યુઆરીથી તમે ઓછા પ્રીમિયમમાં સરળ જીવન વીમા પોલીસી ખરીદી શકશો. IRDAIએ વીમા કંપનીઓને આરોગ્ય સંજીવની નામની સ્ટાન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટાન્ડર્ડ ટર્મ લાઇફ ઇન્શ્યુરન્સ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ રોકાણનો પ્લાન કરતા વીમા કંપનીઓ 1 જાન્યુઆરીથી સરળ જીવન વીમા પોલીસી લોન્ચ કરવા જઈ રહી છે.
1 જાન્યુઆરી 2021થી ચેક દ્વારા ચૂકવણી કરવાના નિયમ બદલાઈ જશે. નવા નિયમ લાગુ થવા પર 50,000 રૂપિયાથી વધારે ચૂકવણી કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે. તમને જણાવી દઇએ કે, પોઝિટિવ પે સિસ્ટમ એક ઓટોમેટિક ટૂલ છે જે ચેક દ્વારા છેતરપીંડિ કરનાર પર રોક લગાવશે.
દર મહિનાથી પહેલી તારીખે એલપીજી સિલેન્ડરની કિંમતો સરકારી તેલ કંપનીઓ નક્કી કરે છે. આ દરમિયાન કિંમતોમાં વધારો પણ કરવામાં આવી શકે છે અને રાહત પણ આપવામાં આવી શકે છે. એવામાં 1 જાન્યુઆરીથી સિલેન્ડરની કિંમતોમાં બદલાવ નક્કી છે.
1 જાન્યુઆરી 2021થી કેટલાક સ્માર્ટ ફોનમાં WhatsApp કામ કરશે નહીં. જેમાં એન્ડ્રોયડ અને આઇફોન બંને સામેલ છે. WhatsApp જૂના વર્ઝનના સોફ્ટવેરને સપોર્ટ નહીં કરે. રિપોર્ટ અનુસાર iOS 9 અને Android 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમમાં જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન્સ પર WhatsApp કામ કરશે નહીં. iPhone 4 અથવા તેનાથી જૂના આઈફોનથી પણ નો સપોર્ટ ખતમ કરવામાં આવી શકે છે.