નવી દિલ્લીઃ ભારત પર હુમલા કરવા માટે 100 આતંકવાદીઓ બોર્ડર પાર કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલે કેબિનેટની સમિતિ(CCS) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
પાકિસ્તાનના અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીના સાત લૉંચ પેડ પર ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઇક બાદ CCSની બુધવારે બીજી બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર NSA દ્વારા CCSની બેઠક પહેલા પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિહને સુરક્ષા એજેન્સીઓ પાસેથી મળેલી માહિતીથી અવગત કરાવ્યા હતા.
આ બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગૃહ, વિદેશ અને રક્ષા મંત્રિયોના આ સમૂહને જણાવામાં આવ્યું છે કે ભારત સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન POKમાં બનેલા આતંકવાદીયોના ઠેકાણાની સુરક્ષામાં લાગી ગયું છે. તેમણે જણાવ્યુ હતુ કે, આવા એક દર્જન લૉન્ચ પેડ્સની માહિતી મળી છે.