નવી દિલ્લીઃ છેલ્લા બે દિવસથી ભારતીય સેનિક દ્વારા કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇકને લઇને રાજકીય પક્ષો દ્વારા મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. અને સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે ભારતીય સેનાએ POKમાં કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકને ડ્રૉન દ્વારા શૂટ કરવામાં આવ્યું હતું. જેના 90 મીનિટના વીડિયોને સરકારને સોપવામાં આવ્યા છે.
સેનાએ વીડિયોને સાર્વજનીક કરવાની મંજૂરી આપી દીધી છે. પરંતુ હવે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આના પર આખરી નિર્ણય લેવાનો છે. મોદીની મંજૂરી મળ્યા બાદ એ નક્કી થશે કે, વીડિયોને સાર્વજનીક કરવો જોઇએ કે નહી. સર્જીકલ સ્ટ્રાઇક પર પાકિસ્તાન અને કૉગ્રેસ-કેજરીવાલ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ સેના એવું ઇચ્છી રહી છે કે, ઓપરેશનનો વીડિયો જાહેર કરવામાં આવે.
એક અંગ્રેજી વેપાર સમાચાર પત્રના મણાવ્યા અનુસાર સર્જીકલ સ્ટ્રાઇકના અમુક વીડિયો રક્ષા મંત્રાલયને સોપાવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS) સાશે બેઠક કરી રહ્યા છે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે કે, વીડિયોને સાર્વજનીક કરવામાં આવે કે નહી. સર્જીકલ સ્ટ્રાઇકનો વીડિયો ડ્રોન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. તેમજ ઘણી તસ્વીર પણ ખેંચવામાં આવી છે. જાણકારોનું માનવું છે કે, સરકાર સમજી વિચારી કર્યા બાદ તેને જાહેર કરવાનો નિર્ણય લેશે. તેમા આ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે બંને દેશો વચ્ચેનો તણાવ વધી ના જાય. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાની સેનાએ પોતાના દેશના મીડિયાને પીઓકેની મુલાકાત પર લઇ ગયા હતા. તેમની સામે ખોટુ બોલવામાં આવ્યું હતું કે, ભારતીય સેના દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યુ નથી.