મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ જનતાને સંબોધિત કરતા કહ્યું મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણથી બહાર છે.  જેને લઈને મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન નથી લાગુ કરાયું પરંતુ તેનાથી પણ વધુ કડક પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. 


શું રહેશે ખુલ્લુ ?


મહારાષ્ટ્રમાં લોકલ અને બસ બંધ નહી થાય


બેંકોમાં કામ કાજ ચાલુ રહેશે


ટ્રાન્સપોર્ટ પર કોઈ પણ પ્રકારની રોક નહી


ઈ-કોમર્સ સેવા અને પેટ્રોલ પંપ ચાલુ રહેશે


રેસ્ટોરન્ટમાંથી માત્ર જમવાનું પાર્સલ મંગાવી શકાશે


મીડિયાકર્મચારીઓને મંજૂરી 


શિવ ભોજન થાળી મફતમાં આપશે


શું રહેશે બંધ ?


પૂજા સ્થળા, સ્કૂલ અને કૉલેજ, પ્રાઈવેટ કોચિંગ ક્લાસ, વાળંદની દુકાનો, સ્પા, સલૂન અને બ્યૂટી પાર્લર કાલથી 1 મે સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.


રેસ્ટોરન્ટમાં બેસી જમી નહી શકો


ગૈર જરુરી સેવાઓની ઓફિસો બંધ રાખવી પડશે


કામ વગર ફરી નહી શકો 


કોની માટે શું જાહેરાત ?


નિર્ણાણધીનમાં લાગેલા મજૂરોને 1500 રૂપિયા આપવામાં આવશે. 12 લાખ મજૂરોને 1500 રૂપિયાની મદદ કરવામાં આવશે.


પરમિટવાળા રિક્શાચાલકોને 1500-1500 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. 


આદિવાસીઓને 2 હજાર રુપિયા આપવામાં આવશે.


15 દિવસ સુધી કલમ 144 લાગુ


મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કાલથી 15 દિવસ સુધી કલમ 144 લાગુ કરવાની જાહેરાત સાથે મંગળવારે રાત્રે ઘણી જાહેરાત કરી છે. આ તમામ પ્રતિબંધો 14 એપ્રિલની રાત 8 વાગ્યાથી લઈને 1 મે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે.


રાજ્યમાં જરુરી સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ પર પ્રતિબંધ છે. 15 દિવસ સુધી ફક્ત જરુરી સેવાઓ ચાલુ રહેશે. લોકોની અવરજવર બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે તથા લોકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળી શકે.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ  જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ઘણો વધારે છે. રાજ્ય પર ઘણું દબાણ આવ્યું છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં બેડ વધારે છે તેમ છતા પણ રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં આવતો નથી. ઓક્સિજનનો પૂરેપૂરો ઉપયોગ આરોગ્ય સેવા પર કરાઈ રહ્યો છે. લોકોના જીવ બચાવવા માટે 100 ટકા ઓક્સિજનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઠાકરેએ જણાવ્યું કે અમારે ઓક્સિજનની તાત્કાલિક જરુર છે.જ્યાં સુધી અમને ઓક્સિજન નહીં મળે ત્યાં સુધી પરિસ્થિતિ ખરાબ જ રહેવાની છે. બીજા રાજ્યોમાંથી ઓક્સિજન લાવવામાં વાર લાગશે. સિસ્ટમ કોઈ પણ સમયે ક્રેશ થઈ શકે છે. અમે મોતનો એક પણ આંકડો છુપાવી રહ્યાં નથી.