Maharashtra Corona Curfew: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી છે. બીજી લહેરથી દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોનાના દરરોજ 50 હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થવાની અટકળોનો અંત આવ્યો છે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કર્યુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા જ કડક નિયમોની જાહેરાત કરી હતી. ઉદ્ધવે લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવાને બદલે બ્રેક ધ ચેઇન એવું નામ આપ્યું છે. આજે રાત્રે 8 વાગ્યાથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાગૂ થશે. આજથી આખા મહારાષ્ટ્ર રાજ્યમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.


તો મહારાષ્ટ્રમાં જરુરી સેવાઓને છોડીને તમામ ઓફિસો બંધ રહશે. જો કે બેંક, ઇ-કોમર્સ, મીડિયા, ગાર્ડ, પેટ્રોલ પંપ વગેરેને આમાંથી છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરેન્ટ ખુલા રહેશે, પરંતુ ત્યાં બેસીને ખાઇ શકાશે નહીં. તો ઉદ્ધવ સરકાર મહારાષ્ટ્રના 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. રિક્ષા ચાલકોને પણ 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે.


શું ચાલુ રહેશે



  • જીવનાશ્યક વસ્તુની દુકાન 

  • ગેરેજ, પેટ્રોલપંપ, કાર્ગો સેવા

  • ઈ-કોમર્સની સપ્લાય

  • ઓટોપાર્ટસની  દુકાન

  • દવાની દુકાનો

  • લોકલ અને પરિવહન સેવા 

  • રિક્ષા-ટેક્સી ડ્રાઈવર સહિત બે પ્રવાસની મુસાફરી

  • સરકારી કચેરી ૫૦ ટકા સાથે કામ કરશે

  • શાકભાજી માર્કેટ શરૂ, કોરોનાના નિયમોનું  કઠોર પાલન સાથે.

  • બેંકો, ઈન્સ્યુરન્સ સેવા

  • કોરોનાની રસી સેવા તેમ જ  તપાસ કેન્દ્ર

  • ઓપ્ટીકલ્સ દુકાન

  • હોટેલ-રેસ્ટોરન્ટ અને બારથી ખાદ્ય પદાર્થના પાર્સલ

  • વૈદ્યકીય સેવા, મેડિકલ સ્ટોર્સ

  • અખબાર, મિડિયા સંદર્ભની સેવા

  • વેનેટરી સર્વિસ- પેટ ફૂડની દુકાન

  • રસ્તા પરના ખાધ પદાર્થ વેચતા ફેરિયા  ફક્ત પાર્સલ આપી શકશે.


શુ બંધ રહેશે



  • મોલ્સ, દુકાનો, હોટેલો, બાર 

  • વાઈન શોપ, બાગ-બગીચા, થિએટર, નાટયગૃહ, ગરદીના  સ્થળો

  • ધાર્મિક - પ્રવાસન સ્થળ

  • સામાજિક - રાજકીય કાર્યક્રમ બંધ

  • સલૂન, બ્યુટી પાર્લર

  • ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમને  પ્રાધાન્ય આપવું.

  • શૈક્ષણિક સંસ્થા, કલાસીસ