નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1024 કેસ નોંધાયા છે. આ કેસની સંખ્યા એક દિવસમાં આવેલા કોરોના સંક્રમિતોની સંખ્યામાં સૌથી વધુ છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 હજારને પાર પહોંચી છે.


દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 16281 પર પહોંચી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 316 દર્દીઓના મોત થયા છે.



દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 231 દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. કોરોના વાયરસને મ્હાત આપનારા લોકોની સંખ્યા 7495 પર પહોંચી છે.

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દેશમાં હાલ કોરોનાના 158333 કેસ છે. જેમાંથી 86110 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 67691 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. કોરોનાના કારણે દેશમાં અત્યાર સુધીમાં 4531 લોકોના મોત થયા છે.