વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમાં શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન તૂટવાથી 11 લોકોના કરૂણ મોત થયા હતા. તમામ લોકોના મોત ક્રેન પડવાથી થયા છે.


આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક મોટી ક્રેન અચાનક તૂટી પડે છે. ડીસીપી સુરેશ બાબુએ કહ્યું, દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને એક ઈજાગ્રસ્ત થયો છે.


દુર્ઘટના સમયે ક્રેન પર 30 લોકો સવાર હતા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રીક્ટ કલેકટર અને શહેર પોલીસ કમિશ્નરને ક્રેન દુર્ઘટના અંગે તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.


પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વિટ કરીને લખ્યું, હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન દુર્ઘટનામાં લોકો માર્યા જવાની ખબરથી દુઃખ પહોંચ્યું છે. દુર્ઘટના સમેય ક્રેનમાં 30 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. હું બચી ગયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરુ છું.