દિલ્હી સરકારે જાણકારી આપતા કહ્યું કે દિલ્હીના તમામ જિલ્લા 17 મે સુધી રેડ ઝોનમાં રહેશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે આગામી બે અઠવાડીયા સુધી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની છૂટ ન આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. અમે લોકો બીજા રાજ્યો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ, જે રાજ્યના નાગરિકોને પરત મોકલવાના છે તેને લઈ ખાસ ટ્રેનનો અનુરોધ કરશું. અમે મેડિકલ સહયોગ આપશું.
તેમણે આગળ કહ્યું કે, કોટામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરત લાવવાને લઈ અમે વાત કરી રહ્યા છીએ. અમે કોટા માટે બસો મોકલી છે. સત્યેંદ્ર જૈને કહ્યું, આઝાદપુર મંડીમાં 24 કલાક કામ કરવામાં આવી રહ્યું છે જેનાથી ત્યાં એક સાથે વધારે લોકો એકઠા ન થાય. પ્લાઝ્મા થેરેપીના પ્રથમ દર્દી ડિસ્ચાર્જ થયા છે, જે અમારા માટે સારી વાત છે.