નવી દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પહોંચાડવા રેલવેએ મેગા ઓપરેશન શરૂ કરી દીધું છે. ગઈકાલે દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે ફસાયેલા મજૂરોને લઈ ઉપડેલી છ ટ્રેનો હવે તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા લાગી છે. આજે સવારે નાસિકથી 400 મજૂરો ટ્રેનથી ભોપાલ પહોંચ્યા હતા.

રેલ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે મજૂરો માટે 6 ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેમાં

  • તેલંગાણાથી ઝારખંડ વચ્ચે ટ્રેન

  • મહારાષ્ટ્રના નાસિકથી યૂપીના લખનઉ

  • નાસિકથી એમપીના ભોપાલ

  • રાજસ્થાનના જયપુરથી બિહારના પટના

  • રાજસ્થાનના કોટાથી ઝારખંડના રાંચી

  • કેરળના અલૂવાથી ઓડિશાના ભુવનેશ્વર




ગૃહ મંત્રાલયે વિવિધ જગ્યા પર ફસાયેલા મજૂરો, તીર્થયાત્રીઓ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. આ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટ્રેનના કોચમાં 72ના બદલે 56 લોકોને સ્થાન આપવામાં આવી રહ્યું છે.