દેશભરમાં કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસને લઇને સ્કૂલ-કૉલેજો અને થિયેટરોને બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી નિપટવા માટે સાર્ક દેશોને એક કર્યા અને સાથે મળીને એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.
ભારતમાં અત્યાર સુધી કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32 કેસો પૉઝિટીવ આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ યુપીમાં આ સંખ્યા વધીને 13એ પહોંચી છે. ભારતમાં કોરોના કારણે બે લોકોના મોત પણ થઇ ચૂક્યા છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 6,515 લોકોનાં મોત થયા છે. ચીનમાં સૌથી વધુ 3213 લોકોના મોત થયા છે, બાદમાં ઇટાલીમાં 1809 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આ સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,69,415 થઈ ગઈ છે.