સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે જોડાયેલી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પ્લસ ટુમાં પ્રવેશ લેશે તે વિદ્યાર્થીઓ આર્ટ્સ, સાયન્સ અને કોર્મર્સમાંથી કોઈપણ પ્રવાહ પસંદ કરી શકે છે.
નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ મુજબ સીબીએસઈ ધોરણ 11માં સ્ટ્રીમ સિસ્ટમ (સાયન્સ, કૉમર્સ અને આર્ટ્સ વગેરે)ને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ બોર્ડે તમામ વિદ્યાલયોને નિર્દેશ આપ્યા છે કે ધોરણ 11માં અલગ-અલગ પ્રકારના સ્ટ્રીમ સિસ્ટમથી બચો અને વિદ્યાર્થીઓને તેમની રુચિ અને પસંદના હિસાબે વિષયોની પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. હવે વિદ્યાર્થીઓ ગણિતની સાથે ભૂગોળ, રાજનીતિક વિજ્ઞાન વગેરે પસંદ કરી શકે છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વિષય રાખ્યો હતો, તેઓ ધોરણ 11 પણ મેથ્સ લઈ શકશે.
સૂચના મુજબ ધોરણ 10માં ફેઈલ થનારા વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ પરીક્ષાઓના આયોજન સુધી ધોરણ 11માં બન્યા રહેવા માટે મંજૂરી આપવામાં આવશે.
ધોરણ 10માં બેસિક મેથ્સ લઈને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને 11માં ધોરણમાં મેથ્સ વિષય રાખવાની મંજૂરી મળશે. સીબીએસઇએ આ સુવિધા આ વર્ષે 10 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરવાની નીતિમાં આપી છે. તેમજ આ નીતિ અંતર્ગત આ વર્ષની બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી, જવાબ બુકની ફોટોકોપી અને પુન: મૂલ્યાંકન સુવિધા મળશે નહીં. આ એટલા માટે છે કારણ કે ફક્ત પરિણામ શાળાઓ જ તૈયાર કરી રહી છે. પરીક્ષણોથી લઈને પૂર્વ-બોર્ડ વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે અથવા આપવામાં આવે છે. એજ આંતરિક મૂલ્યાંકનના આધાર પર શાળા પરિણામ તૈયાર કરશે.