શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. છેલ્લા 72 કલાકમાં સુરક્ષાદળોએ 12 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકી ચાર અલગ-અલગ ઓપરેશનમનાં ઠાર કરવામાં આવ્યા છે. ત્રાલ અને શોપિયામાં 7 આતંકવાદીઓને ઠાર કરાયા છે. આ જાણકારી જમ્મુન-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે આપી છે.


સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનોની હત્યાનો બદલો લીધો છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે આ બધી માહિતી આપી છે. ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર સુરક્ષાદળો દ્વારા બીજબેહરામાં આતંકીઓ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલ ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે.તેમણે કહ્યું કે સુરક્ષાદળોના આ ઓપરેશનને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓ વિરૂદ્ધના આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ 72 કલાકમાં જુદા જુદા સ્થળોએ 12 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદી સંગઠન અલ બદરના 3 આતંકવાદીઓ હરીપોરામાં માર્યા ગયા છે, 7 આતંકવાદીઓ ત્રાલ અને સોપિયા માર્યા ગયા છે, અને હવે બિજબેહરામાં લશ્કરના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહરા ક્ષેત્રના સેમથનમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અહી શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. મોડી રાત સુધી અથડામણ શરૂ રહી હતી અને સુરક્ષાદળોએ આતંકવાદીઓન છટકી ન જાય તે માટે આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.


રવિવારે સવારે ફરી આ અથડામણ શરૂ થઇ અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ શુક્રવારે બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનમાં ટેરિટોરિયલ આર્મીના જવાન મોહમ્મદ સલીમ અખુનની હત્યામાં સામેલ હતા. જમ્મુ કાશ્મીનરના પોલીસનનનન અધિકારીએ  કહ્યું, “સૈન્ય જવાનને મારવા માટે જવાબદાર આતંકવાદીઓને સુરક્ષાદળોએ બિજબેહરા એન્કાઉન્ટરમાં બે દિવસની અંદર જ ઠાર કર્યા છે.


ત્રાલ અને શોપિયામાં કુલ 7 આતંકીઓ ઠાર


જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના શોપિયા (Shopian) જિલ્લામાં સુરક્ષાબળ સાથે રાતભર ચાલુ રાખેલ સશસ્ત્ર અથડામણમાં, ( Encounter ) વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મિર પોલીસે રવિવાર 11 એપ્રિલે જણાવ્યુ કે, આ સાથે સુરક્ષાબળ સાથેની સશસ્ત્ર અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક આતંકવાદી તો ગઈકાલ શનિવારે જ માર્યો ગયો હતો.