ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં (Udaipur) પોલીસે મહિલાના જેઠ સાથેના અનૈતિક સંબંધના (Illegal Relationship)  કારણે પતિની હત્યા કરી હોવાનો પર્દાફાશ કર્યો હતો. પાંચ મહિના ચાલેલી તપાસ બાદ પોલીસે આ ઘટસ્ફોટ કર્યો હતો. ઉદયપુરના પ્રતાપનગર (Pratapnagar) પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના આ ઘટના છે. જેમાં આશરે 5 મહિના પહેલા એક અજાણી લાશ મળી હતી. આ મામલે પોલીસે મૃતકના પત્ની, મૃતકના ભાઈ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.


પોલીસને કેટલાક લોકો મૃત પ્રમાણ પત્ર બનાવવાની વાત કરીને પંચાયતના ચક્કર કાપતાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમના પર નજર રાખવામાં આવી હતી. જે બાદ આ બંને જણાની અટકાયત કરીને તેમને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે ત્રણ સાથીઓ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હોવાની વાત કબૂલી હત.


આરોપીઓએ હત્યા માટે ત્રિપુરાના એક વ્યક્તિને સોપારી હતી. પોલીસે એક એક કડી જોડીને ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જે મુજબ મૃતકના ભાઈ તપનદાસ અને મૃતકની પત્ની વચ્ચે આડાસંબંધ હતા. પોલીસની ટીમે આ હત્યાકાંડના માસ્ટર માઇંડ મૃતકની પત્ની અને તેના મોટાભાઈની ધરપકડ કરી હતી. એસપી રાજીવ પચારે જણાવ્યું કે, આસામ નિવાસી મૃતક ઉતમદાસના મોટા ભાઈએ સોપારી આપીને તેના નાના ભાઈની હત્યા કરાવી હતી.


હત્યા બાદ તેમણે અહીંથી ગામડે જઈને મોતનું કારણ કોરોના (Corona) જણાવ્યું હતું. જે બાદ રીત રિવાજ પ્રમાણે વિધિ પણ કરી હતી. આ મામલે મૃતકની પત્ની, મોટા ભાઈ અને ઉદયપુરના 5 સ્થાનિક લોકોની ધરપકડ કરાઈ હતી. ફિલ્મી અંદાજમાં આ લોકોએ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.


ગુજરાતમાં કોરોનાએ આ IPS અધિકારીનો લીધો ભોગ, જાણો DIG તરીકે ક્યાં બજાવતા હતા ફરજ ? 


કોરોનાના કેસોમાં ભારત વિશ્વમાં  નંબર વન, કેસનો આંકડો દોઢ લાખને પાર, મૃત્યુ આંક 1.70 લાખ નજીક


અમદાવાદઃ રાતના 12 વાગ્યાથી લોકોએ લગાવી રેમડેસિવર ઈંજેક્સન માટે લાઈન, સૌરાષ્ટ્રથી લોકો આવીને ઉભાં રહ્યાં લાઈનમાં