બાળ દિવસે મહારાષ્ટ્રના વસઈમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો. શ્રી હનુમંત વિદ્યા હાઇ સ્કૂલ (સાતીવલી, વસઈ પશ્ચિમ) માં છઠ્ઠા ધોરણમાં ભણતી 13 વર્ષની અંશિકા ગૌરનું કઠોર સજા મળ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું.

Continues below advertisement

10 મિનિટ મોડા રહેવા બદલ 100 ઉઠક-બેઠક

8 નવેમ્બરના રોજ અંશિકા 10 મિનિટ મોડી શાળાએ પહોંચી હતી. શિક્ષકોએ તેને અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર કાઢ્યા અને ઉઠક-બેઠકની સજા આપી હતી. કોઈ વિદ્યાર્થીઓને 10, કોઈને 20 ઉઠક-બેઠકની સજા  આપી હતી પરંતુ ડરના કારણે અંશિકાએ 100 ઉઠક-બેઠક કરાવી હતી. 

Continues below advertisement

સજા પછીના દિવસે અંશિકાની તબિયત બગડવા લાગી હતી. તેણીને વસઈ પશ્ચિમની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની હાલત વધુ ખરાબ થતાં તેણીને મુંબઈ રિફર કરવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું.

MNS વિરોધ પ્રદર્શન, શાળાને તાળાબંધી

ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) આક્રમક બની હતી. MNS કાર્યકરો શાળામાં પહોંચ્યા તાળાબંધી કરી દીધી. MNS એ સ્પષ્ટપણે કહ્યું છે કે વિદ્યાર્થીને સજા આપનાર શિક્ષક સામે કેસ દાખલ ન થાય ત્યાં સુધી તાળા ખોલવામાં આવશે નહીં. એવું અહેવાલ છે કે શાળા સરકારી માન્યતા વિના (અનધિકૃત) કાર્યરત હતી. શાળા મેનેજમેન્ટે શિક્ષિકા મમતા તિવારીને બરતરફ કરવાની જાહેરાત કરી છે. ડિરેક્ટરે એવો પણ દાવો કર્યો હતો કે વિદ્યાર્થી કુપોષિત હતી, પરંતુ પરિવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

પીડિત પરિવાર તરફથી આરોપો

અંશિકાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી ક્યારેય બીમાર કે કુપોષિત નહોતી. તેણીએ શાળાના આરોપોને ખોટા ગણાવ્યા, તેની પુત્રી માટે ન્યાયની માંગ કરી હતી. હાલમાં પોલીસે કોઈની સામે કેસ દાખલ કર્યો નથી, પરંતુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓ પણ શાળા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.