મુંબઇઃ પોતાના સરકારના કાર્યકાળના અંતિમ સત્ર પૂર્ણ થયા અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છેલ્લીવાર મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. મુંબઇમાં યોજાયેલા કાર્યક્રમમાં આઠ કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. 13 મંત્રીઓમાં સૌથી ચર્ચિત નામ પૂર્વ નેતા વિપક્ષ રાધાકૃષ્ણ વિખે પાટિલ રહ્યા છે. નોંધનીય છે કે પાટિલ અગાઉ કોગ્રેસના સભ્ય હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.


પૂર્વ કોગ્રેસ નેતા પાટિલ લોકસભા ચૂંટણી અગાઉ ભાજપમાં સામેલ થયા હતા. તેમના દીકરાએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તે સિવાય મુંબઇ ભાજપના અધ્યક્ષ આશીષ શેલારે પણ મંત્રીપદના શપથ લીધા હતા. સાથે ડો અનિલ બોડે, સંજય કુટે, સુરેશ ખાડે, યોગેશ સાગર, અતુલ સાલ્વે, પરિણય ફૂકે, બાલા ભેગડે, જયદત્ત ક્ષીરસાગર, તાનાજી સાવંત, અશોક ઉઇકે અને અવિનાશ માહેકરને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં થોડા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં નવા મંત્રીઓ પાસે પદ પર રહેવા માટે થોડો સમય બચ્યો છે. માનવામાં આવી રહ્યુ છે તે નવા મંત્રીઓને વધુમાં વધુ 90 દિવસ મળશે