નવી દિલ્હીઃ દેશના 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ઝડપી પવનો સાથે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મોસમ વિભાગ અને કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી તમામ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી સિવાય જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની આગાહી કરાઇ છે.

પંજાબ અને હિમાચલપ્રદેશમાં તોફોનની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, આગામી 48થી 72 કલાકમાં હળવો વરસાદ અને તોફાન આવી શકે છે. પશ્વિમ રાજસ્થાનના વિસ્તારોમાં પણ તોફાન આવી શકે છે. હરિયાણાં તોફાનની આશંકાને જોતા સરકારે બે દિવસ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી. છેલ્લા સપ્તાહમાં આવેલા તોફાનમાં લગભગ 124 લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન થયું છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે, ગભરાવાની જરૂર નથી. બાળકો અને વૃદ્વોએ વિશેષરૂપે ધ્યાન રાખવાની જરૂર છે. હવામાન વિભાગે સરકારના તમામ વિભાગોને સતર્ક રહેવાની સલાહ આપી છે,