નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્વરૂપને લઈને હાહાકાર મચી ગયો છે. નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેની વચ્ચે બ્રિટનથી કર્ણાટક આવેલા યાત્રીઓમાંથી 14 લોકો કોરોના સંક્રમિત મળી આવતા હાહાકાર મચી ગયો છે.


કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે શનિવારે જણાવ્યું કે, બ્રિટનથી રાજ્યમાં પરત ફરેલા લોકોમાંથી 14 લોકો કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે અને તેમના સેમ્પલ જેનેટિક સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ ખબર પડશે કે તેઓ કોરોના વાયરસના નવા પ્રકારથી સંક્રમિત છે કે નહીં.

સુધાકરે જણાવ્યું હતું કે, 14 સેમ્પલના જેનેટિક સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રિટનમાં વાયરસના બીજા પ્રકારના સ્નેનમાં 17 વખત ફેરફાર થઈ ચૂક્યા છે. આનુવાંશિક અનુક્રમણમાં તેના તમામ રૂપોની તપાસ કરવામાં આવશે તથા તેમાં લગભગ 48 કલાક લાગી શકે છે. રિપોર્ટ આવતીકાલે રવિવારે આવી શકે છે.

સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું કે, 25 નવેમ્બરથી લઈ 22 ડિસેમ્બરની વચ્ચે કુલ 2500 લોકો આવ્યા છે. તેમાંથી 1638 લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. આ તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.