ભોપાલઃ મધ્યપ્રદેશના સતના જિલ્લાના આમદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખેરવાસાની શાળાના 12 વર્ષ કરતા વધુ ઉંમરના બાળકોની કોવિડ રસીકરણ પછી તબિયત બગડી હોવાની ઘટના નોંધાઇ છે. મળતી જાણકારી અનુસાર, 14 શાળાના બાળકોને પ્રથમ ચક્કર, ઉલ્ટી અને બેભાન જેવી હાલતમાં આમદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોને મૈહર સિવિલ હોસ્પિટલ અને સતના જિલ્લા હોસ્પિટલને રીફર કરાયા હતા. બાળકોને ચક્કર આવવા અને બેભાન થઇ જવાની ફરિયાદ હતી. બાળકો બીમાર પડતાં જ પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર ન મળવાના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો.


રસીકરણ બાદ બાળકોની તબિયત લથડી


રસીકરણના કારણે બાળકોની તબિયત બગડ્યા બાદ કોઈક રીતે વાલીઓ બાળકોને લઈને મૈહર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે 14 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 3 છોકરીઓને મોડી રાત્રે સતના જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. તમામ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં તમામની હાલત સુધરી રહી છે.


ઘટનાની જાણ થતા જ  સીએમએચઓ અને જિલ્લા કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. આ પછી CMHO ડૉ. અશોક અવધિયાએ જણાવ્યું કે રસીકરણ પછી સામાન્ય સ્વાસ્થ્યનું બગડવું સ્વાભાવિક છે. બાળકો ડરી ગયા અને ખાલી પેટે રસીકરણ કરવાની સલાહ પણ આપવામાં આવી છે.


જિલ્લા કલેક્ટર અનુરાગ વર્માએ રસીકરણને કારણે બગડતી તબિયતની સ્થિતિને સામાન્ય ગણાવી હતી. આ સિવાય તેમણે સ્વાસ્થ્યની સ્થિતિ અંગે તપાસ માટે સૂચનાઓ આપી છે. નોંધનીય છે કે હાલમાં સમગ્ર દેશમાં 12 વર્ષની વધુ ઉંમરના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં મધ્યપ્રદેશમાં પણ બાળકોને રસી આપવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ 


 


Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....


સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ


IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી


અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........