નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલિકૉમ કંપની વૉડાફોન-આઇડિયાએ લગભગ 8000 સિમ કાર્ડને બ્લૉક કરી દીધા છે. આવુ સાયબર પોલીસના કહેવા પર કર્યુ છે. મધ્ય પ્રદેશ સાયબર પોલીસે જુદીજુદી દુરસંચાર કંપનીને નકલી ઓળખ પત્ર દ્વારા આપવામાં આવેલા સિમ કાર્ડોને બ્લૉક કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી વૉડાફોન-આઇડિયાએ આ પગલુ ભર્યુ છે. 


1.75 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો - 
ખરેખરમાં, આ મામલો 2020માં ફેસબુક જાહેરાત દ્વારા કાર ખરીદવાના લાલચ આપીને કથિત રીતે 1.75 લાખ રૂપિયાની છેતરપિંડી સાથે જોડાયેલો છે. પીડિત વ્યક્તિની ફરિયાદ પર કાર્યવાહી કરતા સાયબર સેલે તપાસ શરૂ કરી અને જાણ્યુ કે ઠગો દ્વારા છેતરપિંડી કરવા માટે વાપરવામાં આવેલા નંબર હતા, નકલી ઓળખપત્ર દ્વારા લેવામાં આવ્યા હતા.  


ગ્વાલિયર સાયબર ઝૉનના પોલીસ અધિક્ષક સુધીર અગ્રવાલે કહ્યું કે, બાદમાં 8 લોકોને આ સિમ કાર્ડ આપવામાં જોડાયેલા મેળવ્યા. સાયબર પોલીસને જાણવા મળ્યુ કે ઠગોએ સિમ કાર્ડોનો ઉપયોગ કરીને લોકોને ઠગવા માટે 20,000 અલગ અલગ નંબરોનો ઉપયોગ કર્યો છે. તેમને કહ્યું કે, તપાસમાં સાયબર યૂનિટે વૉડાફોન-આઇડિયા, એરટેલ અને બીએસએનએલ જેવી ટેલિકૉમ કંપનીઓના નંબરોને વેરિફિકેશન માટે નૉટિસ ફટકારી હતી. 


અધિકારીએ કહ્યું કે, નૉટિસ પર ઝડપથી કાર્યવાહી કરતાં વૉડાફોન-આઇડિયાએ તપાસ બાદ 7,948 સિમ કાર્ડને બ્લૉક કરી દીધા. તેમને કહ્યું કે દેશમાં સંભવતઃ પહેલીવાર એવુ થયુ છે કે કોઇ ટેલિકૉમ કંપની એકસાથે આટલા બધા નંબરો બ્લૉક કરી દીધા હોય. આવામાં સલાહ આપવામાં આવે છે કે હંમેશા પોતાની ઓરિજિનલ ID કાર્ડ પર જ સિમ ખરીદો. 


આ પણ વાંંચો........ 


FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર


Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર


પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો


Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!


વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત


The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા