નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં દરેક કંપની દરરોજ નવા નવા ફિચર્સ વાળા ફોન લૉન્ચ કરી રહી છે. આવામાં સેમસંગે પણ મોટો ધમાકો કરી દીધો છે. કંપનીએ ભારતમાં પોતાના Galaxy S22 Ultra સ્માર્ટફોનનુ 1TB સ્ટૉરેજ વેરિએન્ટ રજૂ કર્યુ છે. આ પહેલા આ સ્માર્ટફોન ફક્ત 256GB અને 512GB સ્ટૉરેજમાં જ ઉપલબ્ધ હતો. ગ્રાહક આ સ્માર્ટફોનને 28 માર્ચથી કંપનીની અધિકારીક વેબસાઇટ પરથી ખરીદી શકશે.


શું છે ફોનની કિંમત - 
કંપનીએ સેમસંગ ગેલેક્સી એસ 22 અલ્ટ્રાના 1TB વેરિએન્ટની કિંમત 1,34,999 રૂપિયા રાખી છે. સેમસંગનુ કહેવુ છે કે લાઇવ સેલ ઇવેન્ટ (28 માર્ચની સાંજે 6 વાગે) દરમિયાન 1TB નુ વેરિએન્ટ ખરીદનારા ગ્રાહકોને 23,999 રૂપિયામાં ગેલેક્સી વૉચ 4 માત્ર 2,999 રૂપિયામાં મળશે. 


Samsung Galaxy S22 Ultra Specifications - 
સેમસંગ ગેલેક્સી એસ 22 અલ્ટ્રા સ્માર્ટફોન 6.8 ઇંચ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લેની સાથે આવે છે. ફોન 'વિઝન બૂસ્ટર ટેકનલૉજી' વાળો છે, જે સ્ક્રીનની બ્રાઇટનેસને દિવસભર ઓટોમેટિકલી એડજસ્ટ કરે છે. ખાસ વાત છે કે ફોનમાં S-Pen સ્ટાઇલસ માટે અલગથી સ્લૉટ આપવામાં આવ્યો છે. 


ફોનમાં ક્વાલકૉમનુ લેટેસ્ટ 4nm સ્નેપડ્રેગન 8 Gen 1 ચિપસેટ અને 12GB રેમ મળે છે. પાછળની બાજુએ, આમાં 108-મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરો છે. વળી, સેલ્ફી માટે ફ્રન્ટમાં 40- મેગાપિક્સલનુ સેન્સર મળે છે. ફોનમાં 5,000mAh ની બેટરી મળે છે. 


આ પણ વાંંચો........ 


FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર


Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર


પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો


Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!


વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત


The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા