એસીબી અધિકારીનું કહેવું છે કે રાવની પાસે આનાથી પણ વધુ સંપત્તિ હોઈ શકે છે. પૂર્ણચંદ્ર રાવે 1981માં મોટર વ્હીકલ ઈંસ્પેક્ટરના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. પોતાની નોકરી દરમિયાન પૂર્ણચંદ્રની બદલી ગંટૂર, ઑન્ગોલ અને નેલ્લોરના રોડ ટ્રાંસપોર્ટ ઓર્થોરિટીમાં થઈ હતી.
અધિકારીઓનું માનીએ તો પૂર્ણચંદ્ર રાવની સંપત્તિઓમાં વિનુકોડામાં સાત ફ્લેટ અને બે ઘર, ગંટૂરમાં એક ઘર, હૈદરાબાદ અને વિજયવાડામાં બે-બે ફ્લેટ અને વિનુકોંડામાં એક દાલ-મિલનો સમાવેશ થાય છે. એસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ સંપત્તિઓનું બજાર મૂલ્ય 25 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
એસીબી અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, પૂર્ણચંદ્ર રાવ વિરુદ્ધ ભ્રષ્ટાચારની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેના પછી તે એંટી-કરપ્શન બ્રાંચની નજરમાં આવી ગયા હતા. હાલ એસીબીએ રાવ પર આવક કરતા વધુ સંપત્તિ હોવાનો કેસ દાખલ કર્યો છે.