નવી દિલ્લીઃ GST બિલ પર હવે રાજ્યસભામાં બુધવારના ચર્ચા થશે. મોદી સરકાર આ બિલમાં ચાર મહત્વના ફેરફાર કરવા માટે તૈયાર થતા કૉંગ્રેસે પણ સહમતી આપી છે. રાજ્યસભામાં જો બધું ઠીકઠાક રહ્યું તો GST એટલે કે વસ્તુ અને સેવા કર લાગૂ કરવા માટે જરુરી સંવિધાન સંશોધન બિલ પર સંસદની મહોર લાગશે. મોદી સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માટે અનેક ફેરબદલ કરવા તૈયાર થઈ ગઈ છે. જેમાના એ ચાર ફેરફાર મહત્વના છે. જે કૉંગ્રેસ સાથે સહમતી સાધવા માટે કરાયા છે.
ચાર બદલાવ આ મુજબ છે.
પહેલો રાજ્યો વચ્ચે કારોબાર પર 1 ટકા વધારાનો ટેક્સ નહીં લાગે. મૂળ બિલમાં રાજ્યો વચ્ચે વેપાર પર 3 વર્ષ સુધી 1 ટકા વધારાનો ટેક્સ લાગવાનો હતો.
બીજો GSTથી નુકસાન થવા પર હવે 5 વર્ષ સુધી 100 ટકા વળતર મળશે. મૂળ બિલમાં 3 વર્ષ સુધી 100 ટકા. ચોથા વર્ષમાં 75 ટકા અને પાંચમાં વર્ષમાં 50 ટકા વળતરનો પ્રસ્તાવ હતો.
ત્રીજા વિવાદનું નિરાકરણ લાવવા માટે નવી વ્યવસ્થા કરવી.. જેમાં રાજ્યોનો અવાજ બૂલંદ બનશે. પહેલાં વિવાદના નિરાકરણની વ્યવસ્થા મતદાન આધારિત હતી. જેમાં બે-તૃતિયાંશ વોટ રાજ્યોના અને એક-તૃતિયાંશ કેંદ્ર પાસે હતા.
ચોથો બિલમાં GSTના મૂળ સિદ્ધાંતને પરિભાષિત કરવા માટે એક નવી જોગવાઈ જોડાઈ છે. જેમાં રાજ્યો અને સામાન્ય લોકોને નુકસાન નહીં થવાનો ભરોસો અપાશે.
સંવિધાન સંશોધન બિલ પર સંસદના બંને ગૃહની મહોર લાગ્યા બાદ ઓછામાં ઓછા 15 રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી મળવી જોઈએ. જ્યારબાદ રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરશે. જેનાથી આ કાયદો બનશે. ત્યારબાદ કેંદ્ર સરકારને સેંટ્રલ GST અને રાજ્ય સરકારોને સ્ટેટ GSTથી સંબંધિત કાયદા બનાવવા પડશે. સાથે જ કેંદ્ર સરકારને ઈંડિગ્રેટેડ GSTમાટે અલગથી કાયદો બનાવવો પડશે. કેંદ્ર સરકારની યોજના છે.. આગામી વર્ષે 1 એપ્રિલથી GST લાગૂ થાય..
નજર કરીએ GST બિલ લાગૂ થવાથી શું ફાયદા થશે.. તેના પર તો. GST કેંદ્ર અને રાજ્યોના 20થી વધુ અપ્રત્યક્ષ કરોનું સ્થાન લેશે. આ બિલ લાગૂ થવાથી એક્સાઈઝ.. સર્વિસ ટેક્સ.. એડિશનલ કસ્ટમ ડ્યૂટી, વેટ, સેલ્સ ટેક્સ, મનોરંજન કર, લક્જરી ટેક્સ અને ઑક્ટ્રોય એંડ એંટ્રી ટેક્સ જેવા અનેક ટેક્સ ખતમ થઈ જશે. પુરા દેશમાં એક સમાન ટેક્સ લાગૂ થવાથી કિંમતોનું અંતર ઘટશે. જો કે GST લાગૂ થયા બાદ પણ પેટ્રોલ, ડીજલ, દારુ અને તમાકુ પર લાગતા ટેક્સમાં કોઈ ફેરફાર નહીં થાય.
સરકાર અને ઉદ્યોગ જગત બંનેનું માનવું છે કે GST લાગૂ થવાથી દેશમાં કારોબાર કરવું આસાન બનશે. જેનાથી GDPમાં ઓછામાં ઓછા 2 ટકાનો વધારો થશે.
16 વર્ષ પહેલાં વાજપેયી સરકારે આની શરૂઆત કરી હતી.. પણ બહુમત ન હોવાથી અને વિપક્ષના વિરોધને કારણે આ બિલ ટળતું રહ્યું. મનમોહન સરકારે પણ GST બિલને પસાર કરવાની કોશિશ કરી.. પણ ભાજપના વિરોધ અને મોટાભાગના રાજ્યોમાં બિન કૉંગ્રેસી સરકાર હોવાના કારણે કામયાબી ન મળી. હવે કેંદ્ર અને મોટા ભાગના રાજ્યોમાં NDAની સરકાર છે.. સાથે જ મોદી સરકાર વિપક્ષની માગ પર મૂળ બિલમાં ચાર મહત્વના બદલાવ કરવા માટે તૈયાર થઈ ગઈ છે.. આ જ કારણ છે કે GST બિલ પાસ થવાની સંભાવના વધી ગઈ છે.