કોલકાતા: પશ્ચિમ બંગળ રાજ્યનું નામ જલ્દીથી બદલાઈ શકે છે. રાજ્ય કેબિનેટે સોમવારે તેના માટે સહમતિ આપી દીધી છે. પ્રદેશના સીએમ મમતા બેનર્જી વેસ્ટ બંગાળ નામથી વેસ્ટને હટાવવા માંગે છે. એના માટે નવું નામ અંગ્રેજીમાં ‘બંગાલ’ અને બંગાલીમાં બાંગ્લા અથવા ‘બંગ’ રાખવામાં આવી શકે છે.
રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટર્જીએ બતાવ્યું કે જલ્દીથી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને આ વિષય પર ચર્ચા કરવામાં આવશે. ત્યાં સુધી અંગ્રેજી નામને ચાલુ રાખવામાં આવશે. તેમને જણાવ્યું કે, રાજ્યનું નામ બદલવા પાછળ અંગ્રેજીની વર્ણમાળાનું કારણ છે અને નામ બદલવાની માંગ નવી નથી.
વર્ષ 2011માં વેસ્ટ બંગાલનું નામ બદલીને પશ્ચિમ બંગ કરવા માટે મતદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. એના માટે પ્રદેશમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, અંગ્રેજી વ્યાકરણના કારણે રાજ્યનું નામ પહેલા લાવવા માટે કોશિશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારે મળેલી બેઠકમાં તૂણમૂલ કોંગ્રેસ સિવાય સીપીએમની આગેવાનીમાં વિપક્ષી દળોએ પણ મમતા સરકારના આ નિર્ણયને સહયોગ આપ્યો હતો. તેના પહેલા બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વવાળી વામમોર્ચા સરકારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.