શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યું છે છેલ્લા લગભગ બે મહિનામાં 15 લાખથી વધુ લોકો વિદેશનો પ્રવાસ કરીને ભારત આવ્યા છે પરંતુ ભારત સરકારે જે લોકો પર દેખરેખ રાખી છે તેની સંખ્યા ઓછી છે. હવે કેન્દ્ર સરકારે કહ્યું કે આ અંતર ગંભીર છે અને એવા લોકો સરકારના કોરોના ફેલાવતા રોકવાના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે.
તેમણે કહ્યું કે, ભારત સરકારે 18 જાન્યુઆરીથી વિદેશ પ્રવાસ પરથી આવેલા લોકો પર દેખરેખ રાખવાની શરૂઆત કરી હતી. 23 માર્ચ સુધી 15 લાખથી વધુ લોકો આ દરમિયાન ભારત પરત આવ્યા છે પરંતુ જે લોકો સરકારની દેખરેખ હેઠળ છે તેની સંખ્યા ઘણી ઓછી છે.