પુણે: શનિવાર એટલે કે આજે સવારે પુણેમાં મોટી ઘટના સર્જાઈ છે. પુણેના કોંઘવા વિસ્તારમાં ફ્લેટની બાજુની દીવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કાટમાળમાં હજુ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી બે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.


પુણેના કોંઘવા વિસ્તારમાં અચાનક ફ્લેટની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના સર્જાયા બાદ 15 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે હાલ કાટમાળમાં 3 લોકો ફસાયેલા છે જેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કુલ 15 લોકોથી વધારે લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

આ ઘટના પુણેનાં તાલાબ મસ્ઝિદ વિસ્તારની છે. આ દુર્ઘટનાનું કારણ અતિભારે વરસાદ જણાવવામાં આવી રહ્યું છે. અહીં એક સોસાયટી બની રહી હતી. જેની પાસે મજૂરોને રહેવા માટે કાચા મકાન બનાવવામાં આવ્યાં હતાં. આ બિલ્ડીંગની દીવાલ મજૂરોનાં રહેતા હતાં ત્યાં જ પડી છે.