તેલંગણામાં કૉંગ્રેસ કમિટીના તમામ પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દિધા છે. AICCમાં પણ ઘણા રાજીનામા પડ્યા છે. ઘણા પદાધિકારીઓએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ પર યથાવત રહે તે માટે રાજીનામા આપી દિધા છે.
દિલ્હી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજેશ લિલોઢિયા, એઆઈસીસીના સચિવ વીરેંદ્ર રાઠોડ, અનિલ ચૌધરી, રાજેશ ધરમાની અને વિદેશ સેલના સચિવ વીરેંદ્ર વશિષ્ઠે રાજીનામું આપ્યું છે. યૂપીના પૂર્વ પ્રભારી સચિવ પ્રકાશ જોશી, મીડિયા પેનલિસ્ટ સંજય ચોપડાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દિધું છે. હરિયાણા પ્રદેશ મહિલા કૉંગ્રેસની અધ્યક્ષ સુમિત્રા ચૌહાણે રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં પોતાનું રાજીનામું આપી દિધુ છે. તેણે પત્રમાં લખ્યું છે કે મારૂ રાજીનામું સ્વીકારી લેવામાં આવે અને જો રાહુલ ગાંધી રાજીનામું પરત નહી લે તો મને કોઈ પદ ન આપવામાં આવે.