પટનાઃ બિહારમાં પ્રદુષણ પર નિયંત્રણ લગાવવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15 વર્ષથી જુની સરકારી ડિઝલ ગાડીઓને પરિચાલનમાંથી દુર કરી દેવામાં આવી છે. આના સંબંધમાં ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ગુરુવારે માહિતી આપી હતી.

પટણા સ્થિત જુના સચિવાલય સ્થિત સભાગૃહમાં બજેટ પૂર્વ પરિચર્ચાની ત્રીજી કડીમાં પર્યાવરણ સંરક્ષણ તથા પ્રદુષણ નિયંત્રણ પ્રક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વિમર્શ બાદ નાણા મંત્રી સુશીલ મોદીએ આ વાત કહી હતી.



સુશીલ મોદીએ કહ્યું કે, પટના અને આની આસપાસના નગર નિકાય વિસ્તારો દાનાપુર, ખગૌલ અને ફૂલવારી શરીફમાં 15 વર્ષથી વધુ જુની વ્યવાસિયાક ગાડીઓને પરિચાલનને પણ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં ડીઝલ ચાલિત ત્રિપહીયા વાહનોને પરિચાલનને પણ માર્ચ, 2021 બાદ પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બિહાર સરકાર પ્રદુષણને રોકવા માટે ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ લગાવી રહી છે, સાથે સાથે રાજ્યમાં સીએનજી વાહનો વધારા માટે સબસીડી પણ શરૂ કરી દીધી છે.