નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ દેશમા ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1543 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિત દર્દીઓની સંખ્યા 29435 થઈ છે. તેમણે જણાવ્યું કે કોવિડ 19ના 6986 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે, જે કુલ કેસના 23.3 કા છે. અત્યાર સુધીમાં 934 લોકોના મોત થયા છે.




દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં કુલ 8590 કેસ નોંધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં 3548 અને દિલ્હીમાં 3108 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવધને કહ્યું, છેલ્લા સાત દિવસમાં 80 જિલ્લાઓમાં કોઈ નવો કોરોના કેસ નોંધાયો નથી.

દેશમાં કોરોનાના કુલ 29,435 કેસ નોંધાયા છે. જેમાંથી 21,642 એક્ટિવ કેસ છે અને 934 લોકોના મોત થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 23.3 ટકા પહોંચ્યો છે. 17 દિવસથી દેશના 28 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.