મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર પહોંચી છે. મુંબઈમાં 17671 કેસ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 933 નવા કેસ સામે આવ્યા છે અને 34 લોકોના મોત થયા છે. મુંબઈમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 655 લોકોના મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 2944 લોકો સ્વસ્થ થયા છે.
મુંબઈમાં 34, પુનામાં 6, અકોલામાં 2, કલ્યાણ અને ડોમ્બિવલીમાં 2 દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1060 લોકોનાં મોત નીપજ્યાં છે. આજે 505 દર્દીઓને રજા આપવામાં આવી છે.
કોરોના સંકટ દરમિયાન લોકડાઉન 4 લાગૂ કરવા પર ચર્ચા કરવા મહારાષ્ટ્ર સરકારે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, જયંત પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે અને આદિત્ય ઠાકરે સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.