નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 82 હજારની નજીક પહોંચી ગયો. છેલ્લા 15 દિવસમાં કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.


1 મેના દેશમાં કુલ કેસ 35043 હતા અને 1147 દર્દીના સંક્રમણના કારણે મોત થયા હતા. પરંતુ 15 મે સુધીમાં આ આંકડો 81,970 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 15 દિવસમાં 46927 કેસ સામે આવ્યા છે. એટલે દેશમાં હાલના કેસમાં 57.24 ટકા કોરોના વાયરસથી સંક્રમિત દર્દી છેલ્લા 15 દિવસમાં આવ્યા છે. આ કેસમાં વધારો ત્યારે થયો છે, જ્યારે દેશમાં છેલ્લા 50 દિવસ કરતા વધારે સમયથી લોકડાઉન છે.

સંક્રમણના કારણે છેલ્લા 15 દિવસમાં 1502 લોકોના મોત થયા છે. 1 મે સુધી 1147દર્દીઓના મોત થયા હતા, પરંતુ 15 મે સુધીમાં 2649 દર્દીઓના મોત થયા છે. દેશમાં થયેલા અત્યાર સુધીના કુલ મોતમાં 56.70 ટકા મોત 1થી 15 મે વચ્ચે થઈ છે.

1 મેના દેશમાં કુલ કેસ 35043 હતા અને 1147 દર્દીના સંક્રમણના કારણે મોત થયા હતા. 15 મે સુધીમાં 46433 કેસ સામે આવ્યા અને 1568 દર્દીઓના મોત થયા છે. એક દિવસમાં 3900 નવા કેસ સામે આવ્યા હતા અને 195 દર્દીઓના સંક્રમણના કારણે મોત થયા હતા.

પાંચ દિવસ બાદ 10 મેના દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 62939 થઈ હતી. આ સંક્રમણના કારણે મૃતકોની સ્ખ્યા 2109 થઈ હતી. પરંતુ 15 મે આવતા દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 81970 થઈ અને મૃતકોની સંખ્યા 2649 પર પહોંચી છે.

એટલે કે, 1થી 5 મે વચ્ચે 11390 સંક્રમણના કેસ સામે આવ્યા. 5થી 10 મે વચ્ચે 16506 કેસ સામે આવ્યા છે. 10મેથી 15મે વચ્ચે 19091 કેસ સામે આવ્યા છે. એટલે કે 15 દિવસમાં 46927નવા કેસ સામે આવ્યા છે. ખૂબ ઝડપથી આ કેસ વધ્યા છે,એ પણ જ્યારે દેશમા લોકડાઉન છે.