આર્થિક રાહત પેકેજ: મધમાખી ઉછેર માટે 500 કરોડ અને હર્બલ વનસ્પતિ ઉત્પાદન માટે 4,000 કરોડ ફાળવાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 May 2020 06:24 PM (IST)
મધપાલનને લઈને રાજ્યમાં લગભગ 2 લાખ ખેડૂતોને ખેતીમાં મદદ મળશે. ગ્રામિણ વિસ્તારમાં મધપાલન આવકનું પૂરક સાધન છે.
નવી દિલ્હી: મધમાખી ઉછેરને લગતા માળખાગત વિકાસ માટેની યોજના અમલમાં મૂકવા માટે સરકારે મધપાલનથકી પણ ખેડૂતોને વધારાની આવક થાય તે માટે હવે મધસેક્ટરને વિશેષ પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મધપાલનને લઈને રાજ્યમાં લગભગ 2 લાખ ખેડૂતોને ખેતીમાં મદદ મળશે. ગ્રામિણ વિસ્તારમાં મધપાલન આવકનું પૂરક સાધન છે. લોકલથી ગ્લોબલ એ દિશામાં મોટું પગલું લઈ શકાય છે. મધમાખી પાલન થકી મધ નિકાસને પણ એક વેગ મળી શકે છે. 10 લાખ હેક્ટરમાં હર્બલ પાર્ક બનાવવામાં આવશે. જેમાં વિવિધ ઔષધીય પાકોની ખેતી કરવામાં આવશે. ઔષધીય પાકની ખેતી માટે વિશેષ લાભ થશે. ગંગા કિનારે એવા હજારો એકરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયા ફાળવાશે. હાલમાં કોરોના કાળમાં હર્બલ ઔષધીઓ ખૂબ જ કામ આવી છે. હર્બલ પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચાર હજાર કરોડનું ફંડ ફાળવ્યું છે. જે માટે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ્સની મદદથી 25 લાખ હેક્ટરમાં તેની ખેતી કરવામાં આવશે. જેનાથી ખેડૂતોને પાંચ હજાર કરોડ રૂપિયાની આવક થશે. જન ઔષધિની ખેતી કરવાની સાથે તેના નેટવર્કનો પણ વિસ્તાર કરવામાં આવશે.