નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 16 જિલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો. આ યાદીમા સામેલ થયા હો તેવા ત્રણ નવા જિલ્લા મહારાષ્ટ્રમાં ગોંદિયા,કર્ણાટકમાં દેવાંગેરે અને બિહારમાં લખી સરાય છે. જ્યારે 85 એવા જિલ્લાઓ છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી.



સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,396 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 27892 થી છે. 20835 દર્દીઓ એક્ટિવ મેડિકલ સુપરવિઝનમાં છે. છેલ્લા 24 કલાકમાં 381 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કોરોના સામે લડી 6184 લોકો સ્વસ્થ થયા છે. રિકવરી પોઈન્ટ 22.17 ટકા થઈ ગયો છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

ગૃહ મંત્રાલયે કહ્યું, કિસાન રથ એપે ખેડૂત અને વેપારીઓ વચ્ચે લોકડાઉન દરમિયાન ખરીદી અને વેચાણને સરળ કરી દીધુ છે. 80 હજારથી વધુ ખેડૂત અને 70 હજારથી વધુ વેપારી કિશાન રથ એપ પર રજીસ્ટર્ડ છે. મનરેગાનું પણ કામ શરૂ થયું છે અને બે કરોડથી વધુ શ્રમિકોને રોજગાર મળ્યો છે.