સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, 14 દિવસ પહેલા રિકવરી રેટ 13.06 હતો હવે 25.1 થઈ ગયો છે. આ સાથે જ કોરોના દર્દીઓની ડેથ રેટ 3.2 ટકા છે જેમાં 65 ટકા પુરૂષો અને 35 ટકા મહિલા દર્દીઓ સામેલ છે.
આંધ્રપદેશમાં 1332,અંદમાન નિકોબારમાં33,અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 38,બિહારમાં 392, ચંડીગઢમાં 56,છત્તીસગઢમાં 38,દિલ્હીમાં 3439,ગોવામાં 7,ગુજરાતમાં 4082,હરિયાણામાં 310,હિમાચલ પ્રદેશમાં 40,જમ્મુ કાશ્મીરમાં 581 કોરોના પોઝિટિવ કેસ છે.
જેમના મોત થયા તેમાં 78 ટકા પહેલેથી જ કોઈ રોગ હતો. ડબલિંગ રેટ 11 દિવસનો થઈ ગયો છે, ઘણા રાજ્યો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યાં સુધી પરીક્ષણ અને સારવારના પ્રોટોકોલની વાત છે, આપણે ફક્ત RTP-CR પરીક્ષણનો ઉપયોગ કરવો પડશે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું, હાલ બસનો ઉપયોગ કરવાના નિર્દેશ છે, કેંદ્ર સરકાર વિદ્યાર્થીઓ અને મજૂરોના પરિવહન માટે ખાસ ટ્રેન ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત પણ વિચારણા કરી રહ્યું છે.