ઇન્દોર : કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. ઇન્દોરમાં કોરોના વાયરસના કારણે ડૉક્ટરનું મોત થયું છે. સીએમએચઓ ડૉક્ટર પ્રવીણ જાડિયાએ આ મોતની પુષ્ટિ કરી છે. ઇન્દોરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 235 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 27 દર્દીઓનાં મોત થયા છે.




મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના પીડિત દર્દીઓની સંખ્યા વધીને 411 પહોંચી છે. જેમાંથી 33 દર્દીઓના મોત થયા છે. જ્યારે મુરૈનામાં અત્યાર સુધી 13 કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે ઉજ્જૈનમાં 15 પોઝિટિવ દર્દીમાંથી 5નાં મોત થઈ ચુક્યા છે. જબલપુરમાં કોરોના પીડિત દર્દીઓની સંખ્યા 9 છે.

કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 896 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 6761 થઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 206 લોકોના મોત થયા છે.