એટાઃ ઉત્તરપ્રદેશના અલીગંજ વિસ્તારમાં કથિત રીતે ઝેરી દારૂ પીધા બાદ  14 લોકોના મોત થયા છે. આ ઘટનાને પગલે પ્રોડક્ટ વિભાગના ત્રણ કર્મચારીઓ સહિત પાંચ સરકારી  કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પોલીસે જણાવ્યું હતું કે,  લુહારી દરવાજા અને લોખેરા ગામના કેટલાક લોકો ગઇકાલે મોડી રાત્રે દારૂ પીધો હતો. જોકે બાદમાં  નેત્રપાલ, રમેશ શાક્ય, સર્વેશ, અતીક અને રામઅવતારનું મોત થઇ ગયું હતું. જીલ્લાઅધિકારી અજય યાદવે કહ્યું કે, પાંચ અન્ય વ્યક્તિ ધર્મપાલ, પ્રમોદ યાદવ, મહિપાલ અને રામસિંહનું પણ ઝેરી દારૂ પીવાના કારણે મોત થયું છે. પોલીસે કહ્યું કે મુખ્ય આરોપી શ્રીપાલ હાલમાં ફરાર છે.